અંજારના બુટલેગર સૂરજ રબારી સામે કાર્યવાહી, તંત્રએ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું

કચ્છઃ ગુજરાતના DGPએ તમામ જિલ્લા પોલીસ વડાને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે, તેમના વિસ્તારમાં રહેતા અમાસાજિક તત્વોની યાદી બનાવી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે તમામ જિલ્લા પોલીસ કમિશનરોએ યાદી બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છના અંજારમાં પણ અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તે અંગર્ગત બુટલેગર સૂરજ રબારીની ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.