અંજાર-ભુજ રોડ પર સુલેમાનના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું

ભુજઃ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસે કમર કસી છે. કચ્છમાં અંજાર-ભુજ રોડ પર આરોપી સુલેમાન ઉર્ફે બાબાના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
ચિટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવું, મારામારી, શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી મિલકત બળજબરીથી કઢાવી લેવી વગેરે જેટલા ગુના આરોપીના નામે નોંધાયેલા છે.
અંજાર-ભુજ રોડ પર ઓક્ટ્રોઈ નાકા પાસે આરોપીએ મોજ શોખ પૂરા કરવા માટે નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. જેમાં બે રૂમ, એક મોટો હોલ, બે કિચન, વચ્ચે ખુલ્લી જગ્યા તથા બાથરૂમ, સહિત પતરાનો મોટો શેડ બનાવ્યો હતો.