December 28, 2024

કોલકાતા રેપ-મર્ડર કેસ: ટોળાએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ? હોસ્પિટલ સ્ટાફનો ખુલાસો

Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં એક ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે બર્બરતા, બળાત્કાર અને હત્યાની ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. દરમિયાન, ગઇકાલે બુધવારે 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ, કેટલાક તોફાની તત્વો આરજી મેડિકલ કોલેજમાં ઘૂસી ગયા હતા અને લગભગ એક કલાક સુધી તબીબી સાધનો, દરવાજા, બારીઓ જે મળ્યું તેની તોડફોડ કરીને પલાયન થઈ ગયા. આ અંગે કોલેજની નર્સે દાવો કર્યો છે કે કોલેજની અંદર હંગામો મચાવનારા લોકો સેમિનાર રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નર્સે આરોપ લગાવ્યો હતો કે ટોળાના તોફાનો દરમિયાન બે પોલીસકર્મીઓએ નર્સોને તેમને છુપાવવા કહ્યું હતું. મોડી રાત્રે થયેલા હુમલામાં લોકોએ લાકડીઓ લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડ અને ઓપીડીના એક ભાગમાં તોડફોડ કરી હતી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. પોલીસે હોસ્પિટલમાં હિંસાના આરોપમાં 9 લોકોની ધરપકડ કરી છે