December 28, 2024

Kolkata Rape-Murder Case: ‘કેન્દ્ર અને રાજ્ય સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા’, FORDAની ફરી હડતાળની જાહેરાત

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, બુધવારે (14 જુલાઈ 2024), આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જેને લઈને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઈન્ડિયા એટલે કે ફોર્ડાએ ફરી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. ફોર્ડાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.

FORDAએ કહ્યું કે, આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને અમે અમારા સાથીદારો અને તબીબી સમુદાય સાથે ઊભા છીએ. અગાઉ મંગળવારે (13 ઓગસ્ટ 2024) ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડા સાથેની બેઠક બાદ હડતાળ પાછી ખેંચી હતી.

FORDAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અને સરકાર તેના વચનો સમયસર પૂરા ન કરતી હોવાથી, અમે ફરીથી હડતાલ શરૂ કરી રહ્યા છીએ.” સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, મંગળવારે ફોર્ડાના પ્રમુખ અવિરલ માથુરે કહ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ તેમની માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું છે. જેપી નડ્ડાએ તેમને ખાતરી આપી હતી કે તેઓ ડોકટરો માટે સલામત વાતાવરણ પ્રદાન કરશે.