December 19, 2024

T20 World Cup વચ્ચે આ ભારતીય ખેલાડીએ કર્યા લગ્ન, ફોટો વાયરલ

T20 World Cup: ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં T20 World Cupની મેચ રમવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. તો બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનાર વેંકટેશ અય્યરે લગ્ન કર્યા છે. લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ
IPL 2024 સીઝનમાં વેંકટેશ અય્યરની શાનદાર ભૂમિકા જોવા મળી હતી. ફાઈનલમાં પણ તેણે અડધી સદીની ઇનિંગ રમી હતી. તેની પત્નીનું નામ શ્રુતિ રઘુનાથન છે. તેની સાથે ગયા વર્ષે સગાઈ કરી હતી. હાલ તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પત્ની શ્રુતિ સાથે પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યો છે. આ તસવીર વાયરલ થયા બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીને અમેરિકા પહોંચતા મળ્યો આ એવોર્ડ, ICCએ વીડિયો શેર કર્યો

લગ્ન કરવાનો નિર્ણય લીધો
વેંકટેશ અય્યરે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી હતી. IPLની 17મી સિઝન પૂરી થયા બાદ તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અય્યરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની સગાઈને લઈને જાણકારી આપી હતી. વેંકટેશ અય્યરે IPL 2024માં 15 મેચ રમી અને 46.25ની એવરેજથી 370 રન બનાવ્યા હતા. વર્ષ 2022માં વેંકટેશ અય્યરે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યાર બાદ તેને ભારતની ટીમમાં જગ્યા મળી નથી. ઐયરે વર્ષ 2021ની IPL સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું.