કોલકાતાની ડોક્ટરના પિતાએ જણાવી દીકરીની અંતિમ ઇચ્છા, કહ્યુ – બહુ મુશ્કેલીથી…
Kolkata Doctor Case: કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાનો શિકાર બનેલા એક તાલીમાર્થી ડૉક્ટરના પિતા કહે છે, ‘તેમની પુત્રી માત્ર એક જ કામ કરતી હતી અને તે છે અભ્યાસ, અભ્યાસ અને માત્ર અભ્યાસ.’ તે વીતેલા સમયને યાદ કરતા જણાવે છે કે, કેવી રીતે ભયંકર ગરીબી હોવા છતાં તેમણે દીકરીના ભણતર અને એડમિશન માટે મહેનત કરી હતી અને તેમનું સપનું પૂરું કર્યું હતું. લેડી ડોક્ટરના પિતા કહે છે કે, અમે એના ડોક્ટર બનવાના સપનાને પૂરું કરવા કોઈ કસર છોડી નહોતી. પિતા કહે છે કે, ‘હવે હું બસ એક કામ કરી શકું છું અને તે છે કે તેના દોષિતોને સજા અપાવી શકું’.
9 અને 9 ઓગસ્ટ દરમિયાન રાતે નાઇટ ડ્યૂટી પછી સૂઈ રહેલી ટ્રેઇની ડોક્ટર સાથે રેપ અને હત્યા મામલે દેશ-દુનિયામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે અને આ મામલે તપાસ વચ્ચે આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના પર રૂપિયાની હેરાફેરી કરવાનો આક્ષેપ છે. સમગ્ર ભારતમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન અને હડતાળ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ માટે સુઓમોટો લીધો હતો અને સુનાવણી કરી હતી. ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે, લેડી ડોક્ટરના પિતાએ વીતેલી રાતને યાદ કરતા કહ્યુ કે, દીકરીની માત્ર એક જ ઇચ્છા હતી કે તે મેડિસિનમાં કરિયર બનાવે.
આ પણ વાંચોઃ કોલકાતા રેપ કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો – ગળું દબાવવાથી અથવા ગૂંગળામણથી મોત
લેડી ડોક્ટરે કહ્યું હતું – તમને શું લાગે છે પપ્પા?
તે દિવસને યાદ કરીને જ્યારે તેણે તેની પુત્રીને છેલ્લી વાર જોઈ હતી, પિતા કહે છે કે તેનું નામ પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં કોલેજ ઑફ મેડિસિન અને જેએનએમ હોસ્પિટલની યાદીમાં આવ્યું હતું. પિતા દરજીનું કામ કરે છે અને ખૂબ જ મુશ્કેલીથી તેઓ તેમની પુત્રીને ભણાવવા માટે પૈસા એકઠા કરવામાં સફળ થયા.
તે દિવસ યાદ કરતા પપ્પા જણાવે છે કે, તેણે કહ્યું હતું કે તે ડોક્ટર બનવા માગે છે અને ‘પપ્પા, ડોક્ટર બનવું અને બીજાની મદદ કરવી સારી વાત છે. તમને શું લાગે છે?’ પિતાએ કહ્યુ કે – ઠીક છે, તું કર. અમે તારી મદદ કરીશું. આટલું કહેતા જ પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને કહે છે કે – જુઓ શું થયું.