November 19, 2024

કોલકાતા કેસની પીડિતાના માતાનું છલકાયું દર્દ, મમતા બેનર્જીને અંગે કહી આ વાત

Kolkata: કોલકાતા દુષ્કર્મ કેસમાં ન્યાયની માંગને લઈને ડોક્ટરોની હડતાળ ચાલુ છે. સીએમ મમતા બેનર્જી અને વિરોધ કરી રહેલા ડોકટરો વચ્ચે હડતાળ સમાપ્ત કરવા અંગેની વાતચીતને લઈને મડાગાંઠ છે. શનિવારે પણ હડતાળને સમાપ્ત કરવા અંગે વિરોધ કરી રહેલા ડોકટરો અને મમતા બેનર્જી વચ્ચેની વાતચીત પર કોઈ સહમતિ સધાઈ શકી ન હતી. ડોકટરો વાતચીતના લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ છે અને મમતા બેનર્જી તેનો ઇનકાર કરી રહ્યા છે.

આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલા તાલીમાર્થી ડૉક્ટરની માતાની પીડા વ્યક્ત કરવામાં આવી છે. પીડિતાની માતાએ શનિવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી અંગે તેમની ટિપ્પણીઓ સ્પષ્ટ કરવી જોઈએ. તાલીમાર્થી ડોક્ટરની માતાએ આશા વ્યક્ત કરી હતી કે ડોક્ટરો અને મમતા બેનર્જી વચ્ચેની વાતચીત સફળ થશે અને તેમની પુત્રીને ન્યાય મળશે.

CBI એક્શન, સંદીપ ઘોષ પર તવાઈ
સીબીઆઈએ શનિવારે આરજી કારના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓસી અભિજીત મંડલની કોલકાતા દુષ્કર્મ કેસમાં તાલીમાર્થી ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મ માટે ધરપકડ કરી હતી. પુરાવા સાથે છેડછાડ અને તપાસને ગેરમાર્ગે દોરવાના આરોપમાં CBI દ્વારા સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મેરઠમાં વરસાદને કારણે ત્રણ માળની ઇમારત ધરાશાયી, 6ના મોત; કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

આંદોલનકારી ડોકટરો સામે કોઈ પગલાં લેવા જોઈએ નહીંઃ પીડિતાની માતા
તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતી વખતે મૃતકની માતાએ કહ્યું કે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દોષિતો સામે કાર્યવાહી અંગે તેમની ટિપ્પણીઓમાં વધુ સ્પષ્ટતા લાવવી જોઈએ. તેમણે કહ્યું કે દોષિતોને સજા મળશે. આ વધુ સ્પષ્ટપણે કહેવું જોઈએ. ગુનાના સ્થળે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો અને આ કેસમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે સ્પષ્ટતા હોવી જોઈએ.

મુખ્યમંત્રી અને વિરોધ કરી રહેલા તબીબો વચ્ચેની વાતચીતમાં મડાગાંઠ
તેમણે આશા વ્યક્ત કરી હતી કે તબીબો અને મુખ્યમંત્રી વચ્ચેની વાતચીતમાં ઉકેલ મળશે. તેમણે એમ પણ કહ્યું કે આંદોલનકારી ડોકટરો સામે કોઈ પગલાં લેવા જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે, જુનિયર ડોક્ટર્સ ન્યાયની માંગણીને લઈને છેલ્લા 34 દિવસથી હડતાળ પર છે. હડતાળને સમાપ્ત કરવા માટે મુખ્યમંત્રી અને વિરોધ કરી રહેલા ડોકટરો વચ્ચે વાતચીતના પ્રયાસો બે વખત નિષ્ફળ ગયા છે. ડોક્ટરોની માંગ છે કે વાતચીતનું લાઈવ સ્ટ્રીમિંગ થવુ જોઈએ. જ્યારે સીએમ મમતા બેનર્જી આ માંગને નકારી રહ્યાં છે.