December 19, 2024

ગણિતના મહાન જાદુગર વિશે આ જાણો છો?

મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ અયંગર રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887ના તમિલનાડુના ઇરોડમાં થયો હતો. એક બ્રાહ્મણ અયંગર પરિવારમાં જન્મેલા રામાનુજનની જન્મજયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જન્મથી ત્રણ વર્ષ સુધીની વયના રામાનુજનને બોલતા પણ નહોતું આવડતું, એવા રામાનુજનને ગણિતમાં ખુબ જ રસ હતો. જેના કારણે તેમણે 12 વર્ષની નાની વયે જ ત્રિકોણિયમિતિમાં મહારત મેળવી હતી.

કોઈ પણ પ્રકારના સામાન્ય શિક્ષણ મેળવ્યા વિના જ રામાનુજને ગણિતની રહસ્યમાય મોક થીટા ફંક્શનના વિશ્લેષણમાં ક્રાંતિ લાવી હતી, જ્યારે મોટી મિશ્રિત સંખ્યાઓ અને વિભાજનોના ફંક્શન પર તેમના કામે સંખ્યા સિદ્ધાંતના નવા ક્ષેત્રો ખોલ્યા હતા. રામાનુજનને ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજમાં ભણવા માટે સ્કોલરશિપ મળી હતી, પરંતુ બીજા વિષયમાં ખરાબ પ્રદર્શનના કારણે તેમને એમાં સફળતા મળી શકી નહોતી.

અયંગર રામાનુજને કોઈ પણ પ્રકારના શિક્ષણ કે મદદ વિના પોતાના દમ પર ઘણા પ્રમેય લખી નાખ્યા હતા. તેમણે ગણિત વિશ્લેષણ, સંખ્યા સિદ્ઘાંત, અનંત શ્રૃંખલા જેવા ગાણિતીક મુદ્દાઓ પર યોગદાન આપ્યું હતું. આટલું જ નહીં રામાનુજને લંડનની યુનિ.ના પ્રોફેસર એસ.એલ.લોનીની પ્રસિદ્ઘ ત્રિકોણમિતિ પર લખેલ પુસ્તકનું અઘ્યયન કર્યુ અને મૈથમેટિકલ થીયર બનાવી હતી.

શ્રીનિવાસ રામાનુજનને 1912માં મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં ક્લર્કની પોસ્ટ પર કામ શરૂ કર્યું. જ્યાં રામાનુજનની પ્રતિભાને જોઈને તેમના કેટલાક સહયોગીઓને કૈમ્બ્રિજ યૂનિ.માં ટ્રિનિટી કોલેજના પ્રોફેસર જી.એચ હાર્ડીની પાસે મોકલ્યા હતા. આ સાથે રામાનુજન પહેલા એવા ભારતીય હતા જેઓ ટ્રિનિટી કોલેજની ફેલોશિપ ચૂકી ગયા હતા. રામાનુજે 1916માં સાઈન્સ વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યુ અને હાર્ડીની મદદથી પોતાના વિષય પર અનેક સંશોધન પેપરો પ્રકાશિત કર્યા હતા.

26 એપ્રિર 1920ના ટીબીની બિમારીના કારણે રામાનુજનનું નિધન થયું. આ સમયે તેમની ઉંમર માત્ર 32 વર્ષની હતી. વર્ષ 2012માં તત્કાલિન PM મનમોહન સિંહે ગણિતના ક્ષેત્રમાં રામાનુજનના કાર્યોને સમ્માન કરવા માટે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.