November 22, 2024

રાજસ્થાનમાં સિસ્ટમ સર્જાતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Heavy Rain: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે તો કેટલાક લોકો બેઘર થઈ ગયા છે. આ વચ્ચે હવે ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજસ્થાનમાં સર્જાયેલ સિસ્ટમને કારણે નોર્થ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં સર્જાયેલ સિસ્ટમને કારણે નોર્થ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતીયોનો કોન્ટ્રાક્ટ રદ્દ નથી કરી રહી રશિયા સરકાર! જાણો કેમ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 50% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં 28% વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ગુજરાતમાં 635MM ની સામે 950 વરસ્યો છે. તો સૌરાષ્ટ્ર માં 82 % વધુ વરસાદ નોંધાયો છે. જેમા 475 એમએમની સામે 866 MM વરસ્યો છે.

નોંધનીય છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. દીવ, દમણ, દાદરા નાગર હવેલી માટે 7 દિવસની ભારે વરસાદની આગાહી કરી છે.