May 20, 2024

‘રામાયણ’ના રામ બન્યા PM Modi, આર્ટિકલ 370માં છવાયા અરુણ ગોવિલ

મુંબઈ: ફિલ્મ ‘આર્ટિકલ 370’ના નિર્માતાઓએ યામી ગૌતમની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને ત્યારથી ટ્રેલરને લઇને ચારેયકોર પોઝિટીવ પ્રતિક્રિયા મળી રહી છે. જો કે, તે પીએમ નરેન્દ્ર મોદીના રોલને લઇને ધણી ચર્ચા થઇ રહી છે. પીએમ મોદીના રોલને લઇને ટીવી સીરિયલ ‘રામાયણ’ અભિનેતા અરુણ ગોવિલનો રોલ અને ફર્સ્ટ લુક સામે આવ્યો છે. , જે જોઇને ફેન્સ ખુશ થવાની સાથે ચોંકી પણ ગયા છે. ટેલિવિઝન પર ભગવાન રામની ભૂમિકા ભજવ્યા પછી, અરુણ ફિલ્મમાં તેના દેખાવ અને અભિનયથી ફેન્સને ઈમ્પ્રેસ કરવા માટે તૈયાર છે.

કિરણ કરમરકર ભજવશે ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા

ફિલ્મમાં અરુણ ગોવિલ ઉપરાંત ટીવી એક્ટર કિરણ કરમરકર પણ ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકામાં જોવા મળશે. 2 મિનિટ 40 સેકન્ડના ટ્રેલરમાં, યામીના પાત્રને કાશ્મીરમાં ‘લોસ્ટ કેસ’ તરીકે વર્ણવવામાં આવ્યું છે અને ગુપ્તચર અધિકારી તરીકેની તેની ભૂમિકા શક્તિશાળી છે. કિરણને નેતાઓ વચ્ચે ભાષણ આપતા જોઈને બધા દંગ રહી ગયા. થોડા જ સમયમાં અરુણ ગોવિલને જોઈને ફેન્સ ચર્ચા કરી રહ્યા છે . આ સિવાય ફેન્સ તો એવું પણ કહી રહ્યા છે કે આખરે તેમણે ભગવાન રામથી કંઈક અલગ કર્યું અને કંઈક સારું કર્યું.’આર્ટિકલ 370’માં યામી ગૌતમનો રોલ

આ પછી, યામીનું પાત્ર NIAમાં જોડાય છે અને કાશ્મીરમાં એક મિશનને અંજામ આપવાનું છે. સરકાર કલમ ​​370 નાબૂદ કરવા માંગે છે, પછી ભલે ગમે તેટલી કિંમત હોય. રાજકીય ઉથલપાથલ છતાં યામીનું પાત્ર અને સરકાર બંને મજબૂત બતાવવામાં આવ્યા છે. શાશ્વત સચદેવનો રોલ પણ ધમાકેદાર લાગી રહ્યો છે.

આ ફિલ્મ 15 દિવસ પછી રિલીઝ થશે

યામીની આર્ટિકલ 370 પર આધારિત ફિલ્મ 15 દિવસ પછી એટલે કે 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ઉપરાંત પ્રિયા મણિ પણ જોવા મળશે. અરુણ ગોવિલ, વૈભવ તત્વવાદી, સ્કંદ ઠાકુર અને અશ્વિની કૌલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.