ભદ્રકાળી નગરયાત્રા: નગરદેવી ભદ્રકાળી નગરચર્યા બાદ નિજમંદિર પરત ફર્યા

Ahmedabad: 614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા છે.. આ યાત્રામાં હજારો માઇભક્તો જોડાયા છે. અમદાવાદના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે જે કોટ વિસ્તાર અને ખાસ કરીને માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતાં વિસ્તારો પાસેથી પસાર થશે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખવામાં આવી છે.
-
નગરદેવી ભદ્રકાળી માતાજીની રથયાત્રા પૂર્ણ
- નગરદેવી નગરચર્યા બાદ નિજ મંદિરે પરત ફર્યા
- ટૂંક સમયમાં નગરદેવી નગરચર્યા બાદ નિજ મંદિરે પરત ફરશે
- પરત ફરતા શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન
- અંદાજિત 5 હજારથી વધુ શ્રદ્ધાંળુઓ ભંડારામાં પ્રસાદી ગ્રહણ કરશે
- પ્રથમ નગરદેવીને ભોગ લગાવ્યા બાદ પ્રસાદી રૂપે ભંડારાની શરૂઆત થશે
- મહાલક્ષ્મી મંદિરમાં નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- રિવરફ્રન્ટ પર સાબરમતીની આરતી કરાશે, પછી રિવરફ્રન્ટ થઇને મહાલક્ષ્મી મંદિરે નગરયાત્રા જશે.
- મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે યાત્રાનું કર્યું સ્વાગત
- જગન્નાથ મંદિર પાસે માનવ મહેરામણ ઉમટ્યું
- માતા ભદ્રકાળીની નગરયાત્રા જમાલપુર પહોંચતા જય જગન્નાથનો ઉદઘોષ સાંભળવા મળ્યો હતો.
- નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા જગન્નાથ મંદિર પહોંચી
- કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ રથનું સ્વાગત કર્યું હતું.
- AMC ઓફિસ ખાતે રથનું સ્વાગત કરવામાં આવ્યું છે.
- માતાજીનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પરિસરમાં પ્રવેશ્યો
- મા ભદ્રકાળીની નગરયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. માણેકચોકથી આગળ વધીને નગરયાત્રા ખમાસા પહોંચી છે.
- ભવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાનથી નગરયાત્રા આગળ રવાના થઈ
- નગરયાત્રા હાલમાં માણેકચોક પહોંચી ગઈ છે જે વિસ્તાર અમદાવાદમાં ખાસ વખણાતા સ્થળોમાં સામેલ છે.
- અમદાવાદીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે.
- નગરયાત્રાના ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
- ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું છે.
- સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે.
- આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે.
614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાને લઈને ભદ્રકાળી માતાજી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન- ત્રણ દરવાજા-પાનકોર નાકા-માણેક ચોક-ગોળ ગલીથી મ્યુનિસિપલ કોઠા- ગોળલીમડા-ખમાસા ચાર રસ્તા-જગન્નાથ મંદિરથી જમાલપુર શાકમાર્કેટ- ફૂલબજારની આગળથી રોંગ સાઇડમાં રિવરફ્રન્ટ અંદર-મહાલક્ષ્મી મંદીરથી વિક્ટોરીયાગાર્ડન-અખાડાનંદ સર્કલ-વસંત ચોકથી લાલદરવાજા-અપના બજાર-સિદ્દી સૈયદની જાળી–વીજળીઘર-શ્રી બહુચર માતાનાં મંદિરથી પરત શ્રી ભદ્રકાળી માતાજી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
નગરયાત્રાના રૂટના કાર્યક્રમો
- 7.30 વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
- 7.45 વાગે લક્ષ્મી માના પંજાની આરતી
- 8.00 વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
- 8.30 વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
- 9.00 વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
- 9.45 વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
- 10.30 વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
- 11.15 વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
- 12.00 વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
- 12.30 વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
- 1.00 વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
- 1.30 વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો