December 21, 2024

Bangladeshના સાંસદની Bharatમાં હત્યા! ચામડી કાઢી, શરીરના ટુકડાં કર્યા

નવી દિલ્હી: ભારતમાં ગુમ થયેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની કોલકાતામાં હત્યા કરવામાં આવી હતી અને હવે આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. બાંગ્લાદેશી નેતાની હત્યા કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારના મૃત્યુની તપાસ કરી રહેલા પશ્ચિમ બંગાળ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ને ગુરુવારે કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. બાંગ્લાદેશી સાંસદનો મૃતદેહ બુધવારે અહીં ન્યૂ ટાઉન વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો.

અત્યાર સુધીની તપાસમાં શું જાણવા મળ્યું છે
તપાસમાં સામે આવ્યું છે કે કોલકાતામાં બાંગ્લાદેશી સાંસદની હત્યા કરવામાં આવી હતી. તેના શરીરની ચામડી નીકાળીને ટુકડા કરી દેવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને આખા શહેરમાં ફેંકી દેવામાં આવી હતી. સાંસદ અનવારુલ અઝીમ અનાર કોલકાતા પહોંચ્યાના એક દિવસ પછી 13 મેથી ગુમ હતા. મુંબઈમાં રહેતા બાંગ્લાદેશના ગેરકાયદેસર ઈમિગ્રન્ટ જેહાદ હવાલદારની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળ CID (ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)ને વધુ એક મોટી સફળતા મળી છે.

આ હત્યાનો માસ્ટર માઈન્ડ કોણ છે?
CID સૂત્રોના જણાવ્યા અનુસાર, જેહાદ હવાલદારે બાંગ્લાદેશી સાંસદની હત્યા અને કોલકાતાના ન્યૂટાઉનમાં એક એપાર્ટમેન્ટમાં લાશના ટુકડા કર્યાની કબૂલાત કરી છે. આ ગુનાને અંજામ આપવા માટે કેટલી ચતુરાઈથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું તે અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કોન્સ્ટેબલે કથિત રીતે ખુલાસો કર્યો છે કે માસ્ટરમાઇન્ડ અખ્તરુઝમાન બાંગ્લાદેશી મૂળનો અમેરિકન નાગરિક હતો. તેની વિનંતી પર કોન્સ્ટેબલે અન્ય 4 બાંગ્લાદેશી નાગરિકો સાથે મળીને સાંસદનું તેના ન્યૂટાઉન એપાર્ટમેન્ટમાં ગળું દબાવીને હત્યા કરી હતી.

આ પણ વાંચો: જોડિયા પાસે યુવાન પર ખનિજ માફિયાઓનો હુમલો, ફોટા-વીડિયો ઉતારવા મામલે પાંચ શખ્સો તૂટી પડ્યા

શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા
બુધવારે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાને જણાવ્યું હતું કે અનવારુલ અઝીમ અનારની હત્યા કરવામાં આવી હતી અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળ સીઆઈડીને ન્યૂટાઉન એપાર્ટમેન્ટની અંદર લોહીના ડાઘ મળ્યા અને કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી. જેનો તેઓ માને છે કે શરીરના અંગોના નિકાલ માટે ઉપયોગ થતો હતો. પોલીસે દાવો કર્યો હતો કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા દર્શાવે છે કે સાંસદનું પહેલા ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પછી તેમના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા.

મૃતદેહના ટુકડા પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા
આ કેસમાં આ ઘટસ્ફોટથી હંગામો મચી ગયો છે. કોન્સ્ટેબલે પોલીસને જણાવ્યું હતું કે અનારની હત્યા કર્યા પછી, જૂથે શરીરના ટૂકડા કરી, પછી માંસ કાઢી નાખ્યું અને શરીરને કાપી નાખ્યું. મૃતદેહની ઓળખ ન થાય તે માટે આ બધું કરવામાં આવ્યું હતું. આ પછી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યા હતા અને હાડકાંને નાના ટુકડાઓમાં કાપવામાં આવ્યા હતા. શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે જણાવ્યું હતું કે આ પેકેટો લેવામાં આવ્યા હતા અને સમગ્ર કોલકાતામાં ફેંકી દેવામાં આવ્યા હતા.