January 14, 2025

ભગવાન રામના આ દિવ્ય મંદિરો વિશે જાણો છો?

હાલ દેશ રામમય બની ગયો છે. બધાની નજર અયોધ્યા અને રામ મંદિર તરફ છે. દરેક રામ ભક્તના મનમાં અયોધ્યા જવાની ઈચ્છા સૌથી ઉપર છે. ત્યારે શ્રીરામના દેશમાં અયોધ્યા સિવાય પણ અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. તો આજે એ તમામ રામ મંદિરો અને તેના વિશાળ ઈતિહાસ પર એક નજર કરીએ.

સીતા રામચંદ્ર સ્વામી મંદિર, તેલંગાણા
તેલંગાણાના ભદ્રાદી કોઠાગુડેમના ભદ્રચલમમાં સીતા રામચંદ્ર સ્વામી મંદિર આવેલું છે. આ દેશના પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથેનું માનવામાં આવે છે. આ મંદિરને ‘દક્ષિણની અયોધ્યા’ કહેવામાં આવે છે.

રામ રાજા મંદિર, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ઓરછામાં ભગવાન રામનું મંદિર આવું છે. ભારતનું આ એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન રામ રાજા રામ બનીને બિરાજમાન છે. તેમને દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ મંદિરમાં શ્રીરામની સાથે માતા સીતા, લક્ષ્મણજી, હનુમાનજી, માં દુર્ગા, સુ્ગ્રીવ અને જામવંતજીની પૂજા કરવામાં આવે છે.

રામ તીરથ મંદિર, પંજાબ
પંજાબના અમૃતસરમાં બનેલા રામ તીરથ પણ રામાયણ કાળના સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિરની કથાઓ મુજબ ભગવાન રામના પુત્ર લવ અને કુશનો સંબંધ આ મંદિરથી છે. મહર્ષિ વાલ્મીકિએ માતા સીતાને અહીં જ આશ્રય આપ્યો હતો.

ત્રિપ્રયાર શ્રીરામ મંદિર, કેરલા
કેરલના ત્રિશૂલ જિલ્લામાં સ્થિત કરૂવન્નુર નદીના કિનારે શ્રી રામસ્વામી મંદિર આવેલું છે. અહીં ભગવાન રામની 6 ફૂંટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં શિવજી, ગણપતિજી અને ભગવાનશ્રી કૃષ્ણની પણ મૂર્તિ આવેલી છે.

દ્રબૂડિ મંદિર, ગુજરાત
ભગવાન રામે વનવાસ કાળ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં આવ્યા હોવાનું આપણા પુરાણોમાં જાણવા મળે છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં પણ ભગવાન રામ આવ્યા હોવાના પુરાવા વેદોમાંથી મળે છે. તેમની રાહ જોતા અનેક સાધુઓના શરીર પર દ્રભ નામનું એક ઘાસ ઉગી ગયું હતું. તેથી આ જગ્યાનું નામ દ્રબૂડી પડ્યું છે. આ જગ્યાએ પણ ભગવાન રામનું પૌરાણીક મંદિર આવેલું છે.