May 3, 2024

સોલાર પેનલ સ્કિમથી લોકોને થશે 18 હજાર કરોડનો ફાયદો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાર પેનલને લઈને સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. હવે આ યોજનાને આગળ વધારતા નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના વચગાળાના બજેટમાં આ સ્કીને લગતી કેટલીક મહત્વની જાણકારી આપી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાથી દેશના 1 કરોડથી વધુ પરિવારોને વર્ષમાં 18,000 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેના કારણે લોકોને નવી રોજગારી પણ મળી શકશે.

18,000 કરોડ રૂપિયાની બચત
નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024માં પીએમ સૂર્યોદય યોજના વિશે જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું કે, છત પર સોલર પેનલ લગાવવાથી એક પરિવાર ઓછામાં ઓછા 300 યૂનિટ વીજળી બચાવી શકે છે. જેના કારણે દેશના 1 કરોડથી વધુ પરિવારોએ 18,000 કરોડથી વધુની બચત થશે. આ સાથે જ આ પરિવાર વધારાની વીજળીને બીજી કંપનીઓને વહેંચી પણ શકશે.

સૌર ઊર્જાની સાથે પવન ઊર્જાને પણ પ્રોત્સાહન
પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતી વખતે PM મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. આ સ્કીમની બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાષણમાં નાણા મંત્રીએ કહ્યું કે, ભારત 2070 સુધી ‘નેટ ઝીરો’ લક્ષ્યને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સૌર ઊર્જા સિવાય પવન ઊર્જા સ્ત્રોતોને પણ પ્રોત્સાહન આપવા માટે ફંડની જાહેરાત કરવામાં આવી છે. સરકાર પવન ઊર્જાથી 1000 મેગાવોટની વીજળી બનાવવાનો માટે સરકારી વીજળી કંપનીઓને ફંડ આપવામાં આવશે.

રોજગાર ઉપલબ્ધ થશે
પીઅમ સૂર્યોદય યોજના અંતર્ગત નાણામંત્રીએ આશા જણાવી છેકે, દેશમાં ઈલેક્ટ્રીક કારના કારણે રોજગારીના નવા વિકલ્પો ઊભા થશે. આ યોજનાના કારણે જે લોકોને ઊર્જા ક્ષેત્રમાં નોલેજ છે તેમને નવી રોજગારીઓ મળશે.