January 23, 2025

IPL 2024: KKR સામે હાર્યા બાદ KL રાહુલે કહી આ વાત

IPL 2024: KL રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ IPLની ત્રીજી સિઝન રમી રહી છે. વર્ષ 2022માં તેની પ્રથમ સિઝન હતી. આ સમયે તે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. તેના બીજા વર્ષમાં 2023માં પણ એવું જ થયું હતું. પરંતુ આ વખતની સિઝનમાં પહેલી 2 સિઝન જેવું જોવા મળી રહ્યું નથી. આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સનો રસ્તો થોડો મુશ્કેલ જોવા મળી રહ્યો છે.

સારું પ્રદર્શન કર્યું નથી
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં હાર થયા બાદ લખનૌના કેપ્ટને કહ્યું કે તેમની ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. અમારી પાસે એક મોટો લક્ષ્ય હતો. ટીમે બોલિંગ અને ફિલ્ડિંગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જે અપેક્ષા હતી તે મુજબનું પરિણામ હતું નહીં. પરંતુ લક્ષ્યાંક 20-30 રન વધુ હતો. અમારી બેટિંગ ખૂબ જ ખરાબ હતી. હવે મહત્વની વાત એ છે કે એલએસજી માટે મુશ્કેલી એ છે કે ટીમે તમામ મેચ તેના ઘરે રમી છે. હવે તેણે વિરોધી ટીમના ઘરે મેચ રમવી પડશે. કેપ્ટન રાહુલે કહ્યું કે પ્લેઓફમાં જવા માટે તેને બાકીની તમામ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો: આજે MI અને SRH વચ્ચે રમાશે ‘મહામુકાબલો’

બાકીની મેચોનું સમયપત્રક
LSG ટીમ હવે તેની આગામી મેચ 8મી મેના હૈદરાબાદ સામે હૈદરાબાદમાં રમાશે. 14 તારીખના દિલ્હીમાં રમશે. ટીમની છેલ્લી મેચ 17મી મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે થશે. જો એક પણ મેચ LSG હારે છે. તો પ્લેઓફમાં જવાની તેમની આશાને ઝટકો લાગી શકે છે. ટીમ હવે આવનારી મેચમાં હારે છે કે જીતે છે તે હવે જોવાનું રહ્યું. હાલ તો LSGની ટીમનો પ્લેઓફમાં જવાનો રસ્તો મુશ્કેલ જોવા મળી રહ્યો છે.