કેએલ રાહુલની કારકિર્દી બનાવવા ટીમ ઈન્ડિયાનો મોટો હાથ, આ ખેલાડીઓને ન મળી પૂરતી તક
KL Rahul Career: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ પુણેમાં રમાઈ રહી છે. જેમાં કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ પછીથી તેની કારકિર્દી પર સવાલ થઈ રહ્યા છે. કેએલ રાહુલને ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને મયંક અગ્રવાલ જેવા અનુભવી બેટ્સમેનોની સરખામણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અમે તમને જણાવીશું એ ખેલાડીઓ વિશે કે કેએલ રાહુલને મોકો આપવા આ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું નથી.
મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલની ટેસ્ટ કારકિર્દી ઘણી ટૂંકી જોવા મળી હતી. ગયા વર્ષના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તે સારી ઇનિંગ રમ્યો હતો. જોકે હાલમાં તે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. મયંક અગ્રવાલને કેએલ રાહુલ જેટલી તક આપવામાં આવી નથી. કેએલ રાહુલને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ સ્થાન પર તક આપવામાં આવી હતી. પરંતુ તે તેનું સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
ચેતેશ્વર પુજારા
ચેતેશ્વર પુજારા લાંબા સમય સુધી ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં રમ્યો હતો. પરંતુ હાલ તે લાંબા સમયથી બહાર છે. ચેતેશ્વર પૂજારા કરતા કેએલ રાહુલને વધારે તક મળી છે. પરંતુ રાહુલ આ તકનો લાભ ઉઠાવી શક્યો નથી.
આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ
અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણેએ ભારતીય ટેસ્ટ ટીમમાં હતો પરંતુ હાલ તે ટીમથી બહાર છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલને તક આપવા માટે અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. કેએલ રાહુલને તક આપવામાં આવી છતાં તે નિષ્ફળ રહ્યો હતો. હવે જોવાનું એ છે કે ટીમ ઈન્ડિયા કેએલ રાહુલને તક આપી છતાં તે નિષ્ફળ રહ્યો છે જેના કારણે આગામી સમયમાં રાહુલનું ભવિષ્ય શું છે તે જોવાનું રહ્યું.