આજે MI vs KKR વચ્ચે મહામુકાબલો, જાણો બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

MI vs KKR: હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનની પહેલી જીતની રાહ જોઈ રહી છે. ગુજરાતની ટીમ અને ચેન્નાઈની ટીમની સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આજની મેચમાં KKR સામે મુંબઈ ઈન્ડિયન્સ જીત માટે પ્રયત્ન કરશે. ત્યારે આવો જાણીએ બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ.
આ પણ વાંચો: ધોની આઉટ થયો તો ગુ્સ્સે થઈ મહિલા ચાહક, વીડિયો થયો રાતોરાત વાયરલ
બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો રહ્યો?
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર રહ્યો છે. બંને ટીમ અત્યાર સુધીમાં 34 વખત આમને સામને આવી છે. મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 વખત હાર આપી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 11 મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો સર્વોચ્ચ સ્કોર 232 રન છે. મુંબઈ ઈન્ડિયન્સનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે.