KKR vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું

KKR vs RCB IPL Cricket Match Score: IPL-18ની પહેલી મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કોલકાતાએ 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સ ને 7 વિકેટે હરાવ્યું હતું. KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ 56 રન બનાવ્યા, જ્યારે સુનીલ નારાયણે 44 રન બનાવ્યા. RCB તરફથી કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી જ્યારે જોશ હેઝલવુડે 2 વિકેટ લીધી.

વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ RCB ટીમને શાનદાર શરૂઆત કરી, જેના કારણે મેચ સંપૂર્ણપણે એકતરફી બની ગઈ. સોલ્ટ 56 રન ફટકારીને પેવેલિયન પરત ફર્યો, જ્યારે વિરાટ કોહલી 59 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત તરફ દોરી ગયો હતો. KKR ટીમ તરફથી બોલિંગમાં વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી હતી. કોલકાતાએ 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સ ને 7 વિકેટે હરાવ્યું હતું.

  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સ ને 7 વિકેટે હરાવ્યું
  • રજત પાટીદાર 34 રન બનાવીને આઉટ થયો
    16મી ઓવરમાં બેંગલુરુએ પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. અહીં રજત પાટીદાર 34 રન બનાવીને આઉટ થયો હતો. વૈભવ અરોરાના બોલ પર રિંકુ સિંહે તેનો કેચ આઉટ કર્યો.
  • RCBની બીજી વિકેટ પડી
    12મી ઓવરમાં બેંગલુરુએ પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. દેવદત્ત પડિકલ (10 રન) સુનીલ નારાયણના બોલ પર રમણદીપ સિંહના હાથે કેચ આઉટ થયો.

  • હર્ષિતની ઓવરમાં પાટીદારે 4 ચોગ્ગા ફટકાર્યા; સ્કોર 150ને પાર
    બેંગલુરુએ 15મી ઓવરમાં 150 રનનો આંકડો પાર કર્યો. હર્ષિત રાણાની ઓવરમાં કેપ્ટન રજત પાટીદારે 4 ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરથી 19 રન બન્યા છે.
  • ફિલ સોલ્ટ વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો
    95ના સ્કોર પર પહેલો ફટકો ફિલ સોલ્ટના રૂપમાં લાગ્યો હતો, જેમાં તેને વરુણ ચક્રવર્તીએ પેવેલિયન મોકલી દીધો હતો. હવે દેવદત્ત પડિકલ વિરાટ કોહલીને સપોર્ટ કરવા બેટિંગ કરવા ઉતર્યા છે.

  • ફિલ સોલ્ટે પોતાની અડધી સદી પૂર્ણ કરી
    ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટે પણ 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. સોલ્ટ 50 રન બનાવીને રમી રહ્યો છે ત્યારે કોહલીએ પણ 34 રન બનાવ્યા છે.
  • RCBએ 6 ઓવરમાં 80 રન બનાવ્યા
    KKR સામેની મેચમાં 175 રનના ટાર્ગેટનો પીછો કરતા RCB ટીમે 6 ઓવરના અંતે કોઈપણ નુકસાન વિના 80 રન બનાવી લીધા છે, જેમાં હવે તેમને જીતવા માટે 84 બોલમાં વધુ 95 રન બનાવવા પડશે. વિરાટ કોહલી 29 રન બનાવીને રમી રહ્યો છે અને ફિલ સોલ્ટ 49 રન બનાવીને રમી રહ્યો છે.
  • 2 ઓવર પછી RCBનો સ્કોર
    આ મેચમાં RCB ને સારી શરૂઆત મળી. તેઓએ 2 ઓવર પછી કોઈ વિકેટ ગુમાવ્યા વિના 17 રન બનાવ્યા છે. વિરાટ 6 રન અને ફિલ સોલ્ટ 9 રન સાથે બેટિંગ કરી રહ્યો છે.

  • ઇનિંગની શરૂઆત ફોર સાથે
    આરસીબી માટે ફિલ સોલ્ટે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી.

  • KKRએ RCBને 175 રનનો ટાર્ગેટ આપ્યો
    આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, KKR એ 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા. કોલકાતા તરફથી કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 56 રન બનાવ્યા. આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ: ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગકૃષ રઘુવંશી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
  • ઇમ્પેક્ટ પ્લેયર્સ: એનરિચ નોર્ટજે, મનીષ પાંડે, વૈભવ અરોરા, અનુકુલ રોય, લવનીથ સિસોદિયા.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ (વિકેટકીપર), રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર સલામ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.
    ઇમ્પેક્ટ પ્લેયર્સ: દેવદત્ત પડિકલ, અભિનંદન સિંહ, મનોજ ભંડગે, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ.