KKR vs RCB: વિરાટ કોહલીની સુરક્ષામાં મોટી ચૂક, ચાહક પિચ પર પહોંચી ગયો

IPL 2025 KKR vs RCB: IPL 2025 સિઝન-18 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં RCBની જીત થઈ હતી. આ વચ્ચે કોહલીની સુરક્ષામાં પણ ખામી જોવા મળી હતી.
આ પણ વાંચો: IPL 2025: ધોનીએ નિવૃત્તિ અંગે મોટી જાહેરાત કરી, તોડ્યું મૌન
મેદાનમાં ઘૂસીને વિરાટ પાસે પહોંચ્યો ચાહક
આ મેચમાં વિરાટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. કોહિલની મેચ જીતવામાં મહત્વની ભૂમિકા રહી હતી. વિરાટે 36 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સમયે એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો અને સીધો કોહલીના પગ પર પડી ગયો હતો. આ પછી અમ્પાયર અને સુરક્ષા કર્મચારીઓએ તે ચાહકને પકડી લીધો અને તેને બહાર લઈ ગયા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દર વખતે આવા બનાવો બની રહ્યા છે કે જેના કારણે સુરક્ષામાં ખામીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવે છે.