December 27, 2024

જો KKR રિટેન નહીં કરે તો રિંકુ સિંહ કઈ ટીમ માટે રમવા માગશે?

IPL 2025 Rinku Singh: રિંકુ સિંહ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમે છે. તેણે વર્ષ 2018 માં આઈપીએલની શરૂઆત કરી અને ત્યારથી તે કોલકાતાનો ભાગ બનીને રહ્યો છે. હવે થોડા જ સમયમાં તે IPL 2025 પહેલા મેગા હરાજીનો ભાગ બનવાનો છે. માત્ર મર્યાદિત ખેલાડીઓને જ રિટેન કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રિંકુ સિંહ KKRથી અલગ થઈ શકે છે. હવે તમને સવાલ થતો હશે કે કોલકાતા તેને રિટેન નહીં કરે તો તે કઈ ટીમ માટે રમવાનું પસંદ કરશે. આવો જાણીએ.

IPL ટ્રોફી જીતી
એક મીડિયા સાથેની વાતમાં રિંકુએ કહ્યું કે જો કોલકાતા તેને રિટેન નહીં કરે તો તે IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમવા માંગશે. તમને જણાવી દઈએ કે RCBએ હજુ સુધી IPL ટ્રોફી જીતી નથી. આમ છતાં ખેલાડીઓ ઘણીવાર બેંગલુરુ માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે રિંકુ સિંહ IPL 2025માં કોની સાથે રમતા જોવો મળે છે.

આ પણ વાંચો: દીપ્તિ શર્માનું જોરદાર પ્રદર્શન, ટીમને અપાવી ટ્રોફી

શું કોલકાતાની ટીમમાં રિંકુને જગ્યા નહીં મળે?
કોલકાતાએ 2018માં રિંકુ સિંહને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી, KKR સતત રિંકુને જાળવી રાખ્યો છે. વર્ષ 2022ની મેગા ઓક્શનમાં રિંકુની કિંમત થોડી ઓછી થઈ હતી. રિંકુએ હવે KKR સાથે લાંબો સમય વિતાવ્યો છે. જેના કારણે એવું લાગી રહ્યું છે તેને KKR જાળવી રાખશે નહીં. પરંતુ તે ફાઈનલ પણ ના કહી શકાય. રિંકુ અત્યાર સુધીમાં 45 IPL મેચ રમી છે. આ મેચની 40 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.79ની એવરેજ અને 143.34ની સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવ્યા છે.