પક્કડ ચોરવા જેવી નજીવી બાબતમાં મજૂરની હત્યા, આરોપીની ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના મણિનગરમાં પણ પક્કડ ચોરવા બાબતે એક મજુરની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જવાહર ચોક ખાતે ફૂટપાથ પાર રહેતા જગદીશ ઠાકોર અને પંકજને આરોપી દ્વારા માર મારવામાં આવ્યો હતો. જ્યાં, પંકજનું મોત નિપજતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મણિનગર ખાતે આવેલ જવાહર ચોકના ફૂટપાથ પર રહેતા મજુરની હત્યાની ઘટના બની છે. થોડા દિવસ પેહલા પંકજ અને જગદીશ ઠાકોર નામના ઈસમને આરોપી અશોક કટારા દ્વારા ચોરી કરી હોવાનો આરોપ નાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે મામલે ફરિયાદી જગદીશ ઠાકોર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પંકજને ઢોર માર મારતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજતા મણિનગર પોલીસે તેની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
પંકજ ફૂટપાથ પર રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. અશોક કટારા પણ કડિયાકામનો મજુર છે. પક્કડ ચોરવાની નજીવી તકરારમાં અશોકે ફૂટપાથ પર સુતેલા પંકજ અને જગદીશ ઠાકોર પર પથ્થર વડે હુમલો કર્યો હતો અને પંકજને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ તો પોલીસે અશોક કાટારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપી અશોક હેંડી કેપ છે.