January 8, 2025

Kia એ બે નવી કારમાં અપડેશન સાથે મોડલ રજૂ કર્યા, જાણો કિંમત

Kia: નવરાત્રીના અવસર પર, કાર નિર્માતા કંપની કિયા ઈન્ડિયાએ લક્ઝરી સેગમેન્ટમાં તેની બે શાનદાર કાર લોન્ચ કરી છે. નવા કિયા કાર્નિવલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 63.90 લાખ છે. તેને રૂ. 1 લાખની ટોકન રકમ ચૂકવીને બુક કરી શકાય છે.

નવી કાર લોન્ચ
આ સાથે Kiaએ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક કાર KV9 પણ લોન્ચ કરી છે, જેની કિંમત 1.29 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ બંને વાહનો ભારતમાં CBU તરીકે વેચવામાં આવશે.

ફીચર્સ
EV9માં 99.8 kWh નું બેટરી પેક છે, તેમાં લગાવેલ મોટર 384 PS ની પાવર અને 700 Nm નો ટોર્ક આપે છે. 0-100 કિમી/કલાકની ઝડપે પહોંચવામાં માત્ર 5.3 સેકન્ડ લાગે છે. આ કાર સિંગલ ચાર્જ પર 561 કિલોમીટર સુધી ચાલે છે.

આ પણ વાંચો: કાર નવી હોય કે જૂની આટલી કાળજી રાખશો તો ગેરેજમાં ખર્ચાતા પૈસા બચી જશે

કલર્સ આવા છે
Kia EV9ની લંબાઈ 5015 mm છે જ્યારે તેની પહોળાઈ 1980 mm, ઊંચાઈ 1780 mm અને વ્હીલબેઝ 3100 mm છે. વાહનનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 198 mm છે. તેના ઈન્ટિરિયરમાં માત્ર બ્રાઉન અને બ્લેક કલરનો વિકલ્પ ઉપલબ્ધ છે. Kia KV9 ને સ્નો વ્હાઇટ પર્લ, પેન્ટેરા મેટલ, પેબલ ગ્રે, ઓશન બ્લુ અને અરોરા બ્લેક પર્લ જેવા રંગોમાં રજૂ કરવામાં આવ્યા છે.

ન્યુ જનરેશન
કાર્નિવલ એક લક્ઝરી MPV છે. જૂની એડીશનની સરખામણીમાં તેની ડિઝાઇનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તે પહેલા કરતાં વધુ સારી દેખાય છે. તેમાં ટાઈગર નોઝ ગ્રીલ છે. એન્જિન વિશે વાત કરીએ તો, નવી કાર્નિવલમાં 215cc ડીઝલ એન્જિન છે.

આ એન્જિન 193PSનો પાવર આપે છે. તેમાં 2WD સાથે 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. ખાસ વાત એ છે કે તેમાં 72 લીટરની ફ્યુઅલ ટેન્ક છે. ડ્રાઇવિંગ માટે તેમાં ઇકો, નોર્મલ, સ્પોર્ટ અને સ્માર્ટ મોડ આપવામાં આવ્યા છે. નવી પ કિયા કાર્નિવલની લંબાઈ 5155mm છે. આ વાહન માત્ર એક વેરિઅન્ટ લિમોઝીનમાં લાવવામાં આવ્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 63.90 લાખ છે.