PMJAY બોગસ કાર્ડ મામલે વધુ 3 આરોપીની કરાઈ ધરપકડ
khyati Hospital: pmjay યોજનાના બોગસ કાર્ડનો મામલમાં નવી અપડેટ સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપોની કરી ધરપકડ કરી છે. pmjayના જનરલ મેનેજર ડો.શૈલેષ આનંદની ધરપકડ કરાઈ છે. ડો.શૈલેષ આનંદ હાલ ખેડા જિલ્લાના વસો CHCસેન્ટરમાં ફરજ બજાવે છે. pmjayના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ પણ કરાઈ છે.
વેરિફાઈ કરવાનું કામ નિખિલ પારેખનું હતું
pmjayના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મિલાપ પટેલ કોન્ટ્રાકથી આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો. મિલાપ પટેલ અને ડો.શૈલેષ આનંદ સાથે મળીને કામ કરતા હતા. ડો.શૈલેષ આનંદ અને મિલાપ પટેલ સાથે મળી કાર્ડને એપપ્રુવ કરતા હતા. આયુષ્માન કાર્ડના રેફરન્સ નંબરને વેરિફાઈ કરવાનું કામ નિખિલ પારેખનું હતું. નિખિલ તેના માસ્ટર આઈડી અન્ય લોકોને આપી રૂપિયા મેળવતો હતો. અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. 500 રૂપિયા કાર્ડ દીઠ મિલાપને આપવામાં આવતા હતા. દર અઠવાડિયે મિલાપને પૈસા આપવામાં આવતા હતા