December 29, 2024

ખ્યાતિ હોસ્પિટલના મૃતકના પેનલ PM કરવામાં આવશે, વધુ તપાસ હાથ ધરાશે: નીતા દેસાઈ

Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. ઈન્ચાર્જ ડીસીપી ઝોન 1ના નીતા દેસાઈએ જણાવ્યું છે કે, બંને મૃતકના પેનલ PM કરવામાં આવશે. તેમજ તપાસમાં બેદકારી સામે આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આ સિવાય બે લોકોના મોત થયા છે તે મામલે તપાસ ચાલુ છે.

ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે ઈન્ચાર્જ ડીસીપી ઝોન 1ના નીતા દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રવિવારે કેમ્પનું આયોજન બોરોસાના ગામે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ તરફથી જેમને વધારે સારવાર ની જરૂર હતી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને એંજીયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાથી મહેશ બારોટ અને નારણભાઈનું મોત થયું હતું.

નીતા દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે, પીએમ માટે કાર્યવાહી કરવામાં આવી છે. બંને મૃતકના પેનલ PM કરવામાં આવશે. તેમજ તપાસમાં બેદકારી સામે આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આ સિવાય બે લોકોના મોત થયા છે તે મામલે તપાસ ચાલુ છે. ઘટના પાછળ નું કારણ શું છે તે તપાસ કરવામાં આવશે. હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત થયા મુજબ તપાસ ચાલુ છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન, અમે ત્યાંના સરપંચના સહયોગથી ચેકઅપ કર્યું  

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.