November 8, 2024

ખેડામાં ભૂતિયા શિક્ષકને બચાવવા તંત્રના હવાતિયાં, ખોટો રિપોર્ટ સોંપાયો!

ખેડાઃ ગુજરાતમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. સમગ્ર રાજ્યમાંથી એકપછી એક ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે ન્યૂઝ કેપિટલે વધુ એક બેદરકારીનો પર્દાફાશ કર્યો છે.

ખેડાના કપડવંજમાં તપાસ નામે અધિકારીઓનું નાટક સામે આવ્યું છે. ભૂતિયા શિક્ષકોને છાવરવામાં અધિકારીઓ મહેનત કરવા લાગ્યા છે. વાંટા શિવપુરા પ્રાથમિક શાળાનો અહેવાલ બતાવ્યો હતો. તેમાં મુખ્ય શિક્ષકના સ્થાને ડમી શિક્ષક હોવાનો પર્દાફાશ થયો હતો. મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરવાના બદલે તંત્ર ભીનું સંકેલવાના મૂડમાં જોવા મળી રહ્યું છે.

આ શાળાના ભૂતિયા શિક્ષક આશિષ પટેલને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અહેવાલ બાદ શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. કેળવણી નિરીક્ષક શિવપુરા પ્રાથમિક શાળામાં તપાસ માટે ગયા હતા. અનુપસિંહ પરમારે ખોટા નિવેદન નોંધી આશિષ પટેલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ખોટા નિવેદનો નોંધી અનુપસિંહે શિક્ષણાધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. શિક્ષણાધિકારીએ આ જ રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપ્યો હતો. ખોટા રિપોર્ટ રજૂ કરી આશિષ પટેલને બચાવવા પ્રયાસ કર્યો હતો.