January 22, 2025

ખેડામાં ખનીજ માફિયાઓ બેફામ, વાત્રક નદીમાં ખુલ્લેઆમ ખનન

ખેડાઃ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. વાત્રક નદીમાં બેફામ ખનનના દ્રશ્યો સામે આવ્યા છે. નદીમાંથી રેતી કાઢવા માટે નદીની વહેણ રોકી રસ્તો બનાવ્યો હતો.

એક કિનારેથી બીજા કિનારા સુધી રસ્તો બનાવી દીધો હતો. દિવસ-રાત રેતી ખનન માટે જેસીબી મશીન ચાલી રહ્યા છે. ખનીજ માફિયાઓ દિવસ-રાત રેતની ચોરી કર્યા હતા. ખનીજ માફિયાઓ દ્વારા ટ્રકો અને ટ્રેલરોમાં ભરીને રેતી લઈ જવાઈ રહી છે.

નદીમાં બેફામ ખનન થઈ રહ્યું છે, પરંતુ ભૂસ્તર વિભાગ ગાઢ નિંદ્રામાં ઉંઘી રહ્યું છે. મુખ્ય હાઈવે પર બ્રિજની નીચે જ ચાલી બેફામ ખનન કરી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિક મામલતદાર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.