News 360
Breaking News

તિરંગાનું અપમાન, ખાલિસ્તાન જિંદાબાદના સુત્રોચ્ચાર… લંડનમાં વિદેશમંત્રીની સુરક્ષામાં ચૂક

London: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે લંડનમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની કાર સામે ખાલિસ્તાની સમર્થકોએ પ્રદર્શન કર્યું છે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો. તેઓએ તેમની કાર સામે સૂત્રોચ્ચાર કર્યા. તિરંગાનું અપમાન કર્યું. ભારતીય ધ્વજ ફાડવાનો પ્રયાસ કર્યો. ભારતે વિદેશ મંત્રીની સુરક્ષામાં આ મોટી ચૂકની કડક નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે વિદેશ મંત્રીની લંડન મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગના ફૂટેજ જોયા છે. અમે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ.

ભારતીય વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે કેટલાક તત્વો દ્વારા લોકશાહી સ્વતંત્રતાના દુરુપયોગની નિંદા કરીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે બ્રિટિશ સરકાર આવી બાબતોમાં તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરશે.

આ પણ વાંચો: ખાંભાના મોભનેસ ડેમ નીચેની કેનાલો જર્જરિત, ગીર કાંઠાના ગામડાઓ સિંચાઇના પાણીથી વંચિત

ખરેખરમાં આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય વિદેશ મંત્રી જયશંકર એક કાર્યક્રમમાં હાજરી આપીને જઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેમની કાર તરફ દોડી ગયો અને ત્રિરંગો ફાડવાનો પ્રયાસ કર્યો. જોકે, ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તે વ્યક્તિને પકડી લીધો અને ત્યાંથી દૂર ખસેડ્યો..