November 23, 2024

Khaleel Ahmedની લાંબા સમય બાદ વાપસી, આખરે રાહ પૂરી થઈ!

Khaleel Ahmed: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં રમી રહ્યો છે. ખલીલ શ્રેણીની પહેલી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો પણ એક ભાગ છે. ફાસ્ટ બોલર ખલીલે પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ઈન્ટરનેશનલ મેચ રમવાની તક મળી
ફાસ્ટ બોલર ખલીલ અહેમદને લાંબી રાહ બાદ ફરી એક વાર મોકો મળ્યો છે. ખલીલ અહેમદને ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની આખરે તક મળી છે. તમને જણાવી દઈએ કે ખલીલને ટી20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. હવે ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં તેને પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો છે. 26 વર્ષના ખલીલ અહેમદે પણ ભારત માટે ઇનિંગ્સની પ્રથમ ઓવર ફેંકી હતી.

આટલા સમય બાદ તક મળી
ખલીલ અહેમદે તેની છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2019માં ઈન્ડિયા માટે રમી હતી. ટીમ ભારતની આ મેચ બાંગ્લાદેશ સામે હતી. વર્ષ 2018માં ખલીલે ભારત માટે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પરંતુ તે સમયે કદાચ ખલીલ અહેમદનું નસીબ જાણે કામ કરતું ના હોય તેવું જોવા મળ્યું, કારણ કે 14 મેચમાં 13 વિકેટ લીધા બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અંદાજે 5 વર્ષ બાદ તેને આ ફરી મોકો મળ્યો છે.

આ પણ વાંચો: T20 World Cup 2026 માટે 12 ટીમોના સ્થાનોની પુષ્ટિ, 8 જગ્યાઓ માટે આ રીતે મળશે એન્ટ્રી

ભારત: રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, ખલીલ અહેમદ.

ઝિમ્બાબ્વે: ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (wk), વેસ્લી માધવેરે, તદીવનાશે મારુમાની, નિર્દોષ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.