45 દિવસ પહેલા કરી દેવાઈ હતી ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ મેચની ભવિષ્યવાણી
Keshav Maharaj: T20 વર્લ્ડ કપની ફાઈનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. એક ક્રિકેટરે 45 દિવસ પહેલા એક ભવિષ્યવાણી કરી હતી. જે આજે સાચી પડી છે. તમને જણાવી દઈએ કે આ ભવિષ્યવાણી દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજે કરી હતી. કેશવ મહારાજે કેશવ મહારાજે કહીં દીધું હતું કે ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં જશે.
THE KESHAV MAHARAJ PREDICTION. 🌟pic.twitter.com/hp4qESD4c1
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024
ક્રિકેટર કેશવ મહારાજે કરી ભવિષ્યવાણી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ જીતીને ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા બંને ટીમ એક પણ મેચ હાર્યા વગર ફાઈનલમાં પહોંચી ગઈ છે. લ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલની મેચ રમાશે તેની ભવિષ્યવાણી આજથી 45 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજે કરી હતી.
આ પણ વાંચો: IND vs SA: ભારત ખિતાબ જીતવાથી એક પગલું દૂર, જુઓ બંનેની સંભવિત પ્લેઇંગ-11
વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેશવ મહારાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને 16 મેના રોજ શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને 16 મેના રોજ શૂટ કરાયો હતો. આ સમયે તેણે કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો ફાઈનલમાં જશે. તમને જણાવી દઈએ કે કેશવ મહારાજ પણ દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાગ છે. હવે જોવાનું એ રહે છે કે ફાઇનલમાં કઈ ટીમ જીતે છે.