January 9, 2025

યુનેસ્કોની યાદીમાં કેરળનું કોઝિકોડ શહેર બન્યું ભારતનું પહેલું ‘સિટી ઓફ લિટરેચર’

કેરળ: આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કોએ કેરળના કોઝિકોડ શહેરને ભારતના પ્રથમ સાહિત્ય શહેર તરીકે પસંદ કર્યું છે. સંસ્થાએ રવિવારે તેની સત્તાવાર જાહેરાત કરી હતી. કોઝીકોટ એ ઉત્તર કેરળમાં આવેલું શહેર છે. આ શહેર પહેલા કાલિકટ તરીકે ઓળખાતું હતું. તે અરબી સમુદ્રના કિનારે આવેલું શહેર છે.

ઓક્ટોબર 2023 માં, કોઝિકોડને ‘યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક’ (UCCN) ની ‘સાહિત્ય’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. કેરળના સ્થાનિક સ્વરાજ્ય વિભાગ (LSGD) મંત્રી એમબી રાજેશે રવિવારે એક સત્તાવાર કાર્યક્રમમાં UCCN ‘સાહિત્ય’ શ્રેણીમાં કોઝિકોડની સિદ્ધિની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: યુનેસ્કોની યાદીમાં કેરળનું કોઝિકોટ શહેર બન્યું ભારતનું પહેલું ‘સિટી ઓફ લિટરેચર’

એમબી રાજેશે જણાવ્યું હતું કે કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યક્ષમ કામગીરીને કારણે તેણે કોલકાતા જેવા સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતા શહેરોને હરાવીને યુનેસ્કો તરફથી ‘સિટી ઑફ લિટરેચર’નો ખિતાબ જીત્યો છે.