January 19, 2025

કેરળ: અલપ્પુઝામાં કાર અને બસની ટક્કર, 5 મેડિકલ વિદ્યાર્થીઓના મોત

Kerala: કેરળના અલપ્પુઝાના કાલારકોડમાં કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. અલપ્પુઝાના કાલારકોડ ખાતે સર્જાયેલા આ અકસ્માતમાં મેડિકલના પાંચ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. જેના કારણે તે કાર સાથે અથડાઈ હતી. પીડિતોની ઓળખ મુહસીન મુહમ્મદ, ઈબ્રાહીમ અને દેવન તરીકે થઈ છે. જેઓ વંદનમ મેડિકલ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. કારને કાપ્યા બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ બે વિદ્યાર્થીઓને વંદનમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, મૃતકો કોઝિકોડ, કન્નુર, ચેરથલા અને લક્ષદ્વીપના રહેવાસી હતા. KSRTC બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીવાસીઓને પ્રદુષણથી મળી રાહત, દિલ્હીમાં સરેરાશ AQI 274 નોંધવામાં આવ્યો