કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, દિલ્હીના વિદ્યાર્થીઓ માટે કહી આ વાત
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં કેજરીવાલે દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ આપવાની માંગ કરી છે.
વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત
વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ પહેલા કેજરીવાલે મોદીને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટની માંગ કરી છે. પત્રમાં લખ્યું દિલ્હી મેટ્રોમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેની ભાગીદારી કરી છે. કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેએ ખર્ચ ઉઠાવવો જોઈએ. અમે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરીનું આયોજન કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: સૈફ પર હુમલામાં એક આરોપીની ધરપકડ, પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો
કેજરીવાલે શું લખ્યું પત્રમાં
અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમાં કેજરીવાલે લખ્યું કે હું આ પત્ર દિલ્હીની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ બાબત તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યો છું. દિલ્હીના વિદ્યાર્થીઓને કોલેજ કે શાળા જવું હોય તો તે મેટ્રોમાં મુસાફરી કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓ પરનો આર્થિક બોજ ઘટાડવા માટે, હું દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.