January 22, 2025

પોતાને આમ આદમી ગણાવતા કેજરીવાલના “શીશમહેલ” સામે રાજવી પેલેસ ટૂંકો પડે

Arvind Kejriwal Inside House Video: સમગ્ર દેશમાં ચર્ચામાં રહેલા કેજરીવાલના ‘શીશમહેલ’ની અંદરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો છે. એટલું જ નહીં તેને સાત સ્ટાર બંગલો પણ ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ બંગલામાં અરવિંદ કેજરીવાલ રહેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં કમ્પાઉન્ડરે 18 વર્ષના યુવકને નશાનું ઇન્જેક્શન આપ્યું, ઓવરડોઝ લેતા થયું મોત

સોશિયલ મીડિયામાં કર્યો શેર
વિરેન્દ્ર સચદેવાએ આ ‘શીશમહેલ’ની અંદરનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. કહ્યું કે જનતાના પૈસાનો ઉપયોગ કરીને તેણે પોતાના માટે 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ ઘર સામાન્ય નથી. તમને જોતા જ 7 સ્ટાર હોટલ જેવું લાગશે. જેમાં તમામ સુવિધાઓ પણ છે. આ મહેલ કહો તો પણ ખોટું નથી. 8 લાખ રૂપિયાના પડદા અને 4 લાખ રૂપિયાની કિંમતના દરવાજા છે. એટલું જ નહીં કરોડોની કિંમતનો માર્બલ લગાવવામાં આવ્યો છે.