રક્ષાબંધનમાં બનાવો કણીદાર કાઠિયાવાડી થાબડી પેંડા
Raksha Bandhan 2024 Thabdi Peda: રક્ષાબંધનમાં મીઠાઈ વગર તો ના જ ચાલે. આજે અમે તમને કાઠિયાવાડી થાબડી પેંડાની રીત જણાવીશું. તમે દરેક પ્રકારની મીઠાઈ ખાધી હતી પણ એક વાર આ કાઠિયાવાડી થાબડી પેંડા ખાઈ લેશો તો મથુરાના પેંડા પણ ભૂલી જશો. આ રક્ષાબંધનમાં તમારા ઘરે બનાવો કાઠિયાવાડી થાબડી પેંડા.
થાબડી પેંડા બનાવવા માટે સામગ્રી
- ઘી- પેંડા વાળવા માટે
- દૂધ- 1 લીટર
- પિસ્તા- ગાર્નિશ કરવા માટે
- ફટકડી- અડધી ચમચી
- ખાંડ -200થી 250 ગ્રામ
- પીસેલી ઇલાયચી- ચપટી
આ પણ વાંચો: Raksha Bandhan પર ઘરમાં નથી કોઈ મીઠાઈ તો 10 મિનિટમાં બનાવો આ રસ મધૂરા મલાઈ રોલ
થાબડી પેંડા બનાવવાની રીત
- કાઠિયાવાડી થાબડી પેંડા બનાવવા માટે 1 જાડા તળિયાવાળી કડાઇ લેવાની રહેશે. જાડા તળિયાવાળી કડાઇ એટલા માટે કારણે કે તેનાથી દૂધ કડાઇમાં ચોંટશે નહી.
- હવે તેમાં ફુલ ક્રીમ વાળા દૂધને નાંખો
- દૂધમાં ઉભરો આવવા દો
- અંદાજે 200-250 ગ્રામ ખાંડ લો અને દૂધમાં એક ઉભરો આવે ત્યારે તેમાં નાંખી દો
- હવે પીસેલી ફટકડી તેમાં ઉમેરી દો
- દૂધ ફાટી જાય પછી તે પનીર જેવું લાગશે.
- બીજી કડાઇમાં ખાંડની ચાશણી બનાવી દો
- હવે કડાઇમાં તૈયાર થઇ રહેલા પનીરમાં ખાંડની ચાશણી મિક્સ કરી દો
- ખાંડ અને પનીરને મિક્સ કર્યા પછી તેને શેકવાનું છે
- ઇલાયચી મિક્સ કરો
- હાથ પર ઘી લગાવીને પેંડા બનાવી દો
તો તૈયાર છે ગુજરાતના એકદમ મુલાયમ કાઠિયાવાડી થાબડી પેંડા. જે આ રક્ષાબંધન બનાવશે તમારી ખાસ.