December 19, 2024

‘કાશ્મીર પાકિસ્તાનનું જ છે’

PM મોદી અનેક વૈક્ષિક સુચિઓમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા છે. આ સાથે ઈઝરાયેલ યુદ્ધ હોય કે પછી યુક્રેન યુદ્ધ હોય આ તમામ મુદ્દા પર આપણી વિદેશનીતિની ઘણા દેશોએ સરાહના પણ કરી છે. તો બીજી આર્મીનિયાના મુદ્દાને લઈને અજરબૈજાનની સાથે ભારતના સંબંધો વધારે ખરાબ થઈ રહ્યા છે. હાલમાં જ અજરબૈજાનના વર્તમાન રાજદુત અશરફ શિકાલિયેવે કાશ્મીરને લઈને પાક.ને સમર્થન આપ્યું છે.

અજરબૈજાનનું પાક.ને સમર્થન

અજરબૈજાનના રાજદુતે મીડિયા સમક્ષ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી કાશ્મીર પર અજરબૈજાનની સ્થિતિ નથી બદલી, જરા પણ નથી બદલી. ભારત અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કાયદો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવના સિદ્ધાંતનું સન્માન કરતા આ મુદ્દાને શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલવું જોઈએ. આજ અમારી સ્થિતિ છે. જે છેલ્લા 3 દશકથી નથી બદલી. મહત્વનું છેકે, અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે આ પહેલા 2020માં પાક.ના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સાથે એક બેઠક કરીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો: મોદી બનાવી રહ્યા છે હારી ગયેલી રમતને જીતવાની યોજના

આર્મીનિયા અને અજરબૈજાન વચ્ચે યુદ્ધ

આર્મીનિયા અને અજરબૈજાન વર્ષોથી નાગોર્નો-કારાબાખ પર પોતાના અધિકાર માટે લડી રહ્યા છે. વર્ષ 2020માં આ વિસ્તારને લઈને દુશ્મની યુદ્ધમાં બદલાઈ ગઈ હતી. જેમાં અજરબૈજાનની જીતા થતા દેશે નાગોર્નો-કારાબાખોના વિસ્તાર પર સંપૂર્ણ કબજો જમાવી લીધો. જે બાદ થોડા સમય પહેલા જ આર્મીનિયા દેશે ભારત અને ફાંસની સાથે હથિયારોને લઈને એક મોટી ડિલ કરી હતી. જેના એયર ડિફેન્સ સિસ્ટમ અને બખ્તબંધ વાહનો સહિત અનેક હશિયારોનો સમાવેશ થાય છે. આજ ડિલના કારણે અજરબૈજાનના રાષ્ટ્રપતિ ભડક્યા છે. તેમણે કહ્યું કે, ભારત અને ફ્રાંસ જેવા દેશો આર્મીનિયાને હથિયાર આપીને આગમાં ઘી નાખવાનું કામ રહ્યા છે.

શા માટે ભારતને અસર ?

આ સમગ્ર ઘટનાને સરળ ભાષામાં સમજવામાં આવે તો અજરબૈજાન દેશ તુર્કિ અને પાકિસ્તાન સાથે તેનો સંબંધો વધારી રહ્યું છે. તેની સામે ભારત સરકાર પણ પોતાની વિદેશનીતિને મજબુત બનાવવા માટે અજરબૈજાનના દુશ્મન દેશ આર્મીનિયા સાથે પોતાના સંબંધો સુધારી રહ્યું છે. જેના ફળ સ્વરૂપે ભારત સાથે આર્મીનિયા સાથે હથિયાર સંબંધિત મોટી ડિલ કરવામાં આવી છે. જેના કારણે અજરબૈજારે ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે.