December 23, 2024

બોલિવૂડની આ અભિનેત્રીઓ નથી રાખતી કરવા ચોથનું વ્રત, જાણો કારણ

Karva Chauth 2024: આજે સમગ્ર દેશમાં કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. બોલિવૂડની અભિનેત્રીઓ પણ આ વ્રત રાખે છે. પરંતુ આજે અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ જે પોતાની પતિ માટે આ કરવા ચોથનું વ્રત રાખતી નથી. આવો જાણીએ આ અભિનેત્રીઓ કોણ છે.

દીપિકા પાદુકોણ
આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ આવે છે. તે લોકોની પહેલી પસંદ છે એવું કહેવું પણ ખોટું નથી. રણવીર સિંહ સાથે તેના મેરજ થયા છે અને હમણા જ તે માતા બની છે. તે કરવા ચોથનું વ્રત કરતી નથી. તેને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે પ્રેમ માટે તે કોઈ ઉપવાસમાં માનતી નથી. એકબીજાને સાથ આપવો તેમાં જ તે માને છે.

કરીના કપૂર ખાન
બેબો એટલે કે કરીના પણ આ વ્રત નથી રાખતી. સૈફ અલી ખાન સાથે કરીનાના મેરેજ થયા છે. તે તેના માટે કયારે પણ વ્રત રાખતી નથી. કરીનાને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેને કરાવવા ચોથનો ખ્યાલ નથી સમજી શકતી અને તેથી જ તે પોતાના પતિ માટે આ વ્રત નથી રાખતી. તેના કહેવા પ્રમાણે, તેણે તેના પતિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે કોઈ પણ ઉપવાસ રાખવાની જરૂર નથી.

ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના છે. તેના વિચારો વિશે તમામને માહિતી છે. ટ્વિંકલ તેના પતિ માટે કોઈ ઉપવાસ રાખતી નથી. ટ્વિંકલે આ વિશે કહ્યું કે તે ઉપવાસ રાખવા પાછળનો તર્ક સમજી શકતી નથી. અભિનેત્રી કહે છે કે એક વ્યક્તિની ભૂખ બીજાનું જીવન લંબાવી શકતી નથી. જો કે, તે ચોક્કસપણે આ દિવસ તેના પતિ સાથે પ્રેમથી પસાર કરવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: ગોવિંદા ત્રણ દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, હાથ જોડીને કહ્યુ – હું તમારી કૃપાથી સુરક્ષિત

સોનમ કપૂર
અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે તેના પતિ માટે કોઈ વ્રત રાખ્યું નથી. તેને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે તેના પતિ આનંદ આહુજા માટે કરાવવા ચોથનો ઉપવાસ નથી રાખતી. પરંતુ સોનલે કહ્યું કે આ વ્રત દરમિયાન કરવામાં આવતી તૈયારીઓમાં ચોક્કસ ભાગ લે છે.