December 25, 2024

રાહુલ ગાંધીને દેશના આગામી વડાપ્રધાન બનાવવા જોઈએ: કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા

દિલ્હી: લોકસભાની ચૂંટણી આવી રહી છે. રાજ નેતાઓ આગમાં ઘી હોમવાનું કામ શરૂ કરી દીધું છે. જોકે કોંગ્રેસની હાલત એવી છે કે પોતાના જ પારકા બનીને રહી ગયા છે. રાજકારણમાં પરિવાર પહેલો વિવાદ હોય શકે ખરો? જોકે કોંગ્રેસમાં તો સિંહાસન તો નથી પણ રાજા કોણ બનશે તે પણ નક્કી નથી. આ તમામ બાબતને લઈને ભાજપે અનેક વાર પ્રહારો કર્યા છે. ત્યારે કોંગ્રેસના કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કોંગ્રેસના 139માં સ્થાપના દિવસની ઉજવણીને સમયે રાહુલ ગાંધીને લઈને નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન
કોંગ્રેસના 139માં સ્થાપના દિવસની ઉજવણીને કરવામાં આવી હતી. આ સમયે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ સ્થાપના દિવસની ઉજવણીને સંબોધતા તેમણે કહ્યું કે, ‘ભારત જોડો યાત્રા જેવું દેશમાં કોઈએ આજ સુધી કોઈએ કર્યું નથી. જેના કારણે રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનવું જોઈએ.

કોંગ્રેસને ફરી સત્તામાં લાવવી પડશે
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે, દેશના દરેક પછાત વર્ગ, દલિત, લઘુમતી અને મહિલાઓને યોગ્ય ન્યાય મળવો જોઈએ, જેના કારણે રાહુલ ગાંધી ભારત યાત્રા કરી રહ્યા છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે બંધારણની રક્ષા કરવા, દેશની બહુસાંસ્કૃતિકતા અને સાર્વભૌમત્વને બચાવવા અને બધાને ન્યાય આપવા માટે આપણે સાથે મળીને લડવું પડશે. કોંગ્રેસને ફરી સત્તામાં લાવવી પડશે.

ગામડાઓમાં રામ મંદિરો નથી બનાવ્યા?
આ પહેલા પણ 2019ની લોકસભા ચૂંટણી સમયે સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની હિમાયત કરી હતી. આ વખતે તેમણે બીજી વાર આ વાત કહી છે. રામ મંદિરને લઈને તેમણે કહ્યું કે, શું આપણે આપણા ગામડાઓમાં રામ મંદિરો નથી બનાવ્યા? શું આપણે ‘રામ , ભજન’ નથી કરતા? હું પણ મારા ગામમાં ભજન કરવા જતો, શું આપણે હિંદુ નથી? આપણે પણ હિંદુ છીએ.

આ પણ વાંચો: દારૂ પરની છૂટના નિર્ણયની આ બાજુ, પરમિશન સાથે પ્રોબ્લેમ પણ ખરા