January 15, 2025

કપિલ દેવે યુવરાજ સિંહના પિતાને કેમ ઓળખવાની ના પાડી?

Kapil Dev on Yograj Singh: યુવરાજ સિંહની સાથે તેના પિતા યોગરાજ સિંહની પણ ચર્ચા ઘણી વખત થતી હોય છે. હાલમાં કપિલ દેવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપિલ દેવ કહી રહ્યા છે કે તે યોગરાજ સિંહને ઓળખતા નથી. આવો જાણીએ સમગ્ર વીડિયો કે કેમ કપિલે કહ્યું આવું.

નિવેદન આપવાના કારણે ચર્ચામાં
યુવરાજ સિંહ તો ચર્ચામાં રહે છે પરંતુ તેની સાથે યોગરાજ સિંહ તેમના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. યોગરાજ સિંહ ઘણી વખત ક્રિકેટરોને નિવેદન આપવાના કારણે ચર્ચામાં રહે છે. હવે થોડા દિવસ પહેલા યોગરાજ સિંહે કહ્યું હતું કે એકવાર તેણે કપિલ દેવને શૂટ કરવાની યોજના બનાવી હતી. હવે કપિલ દેવે તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

આ પણ વાંચો: ICC U19 Women’s T20 World Cup 2025 માટે તમામ ટીમની જાહેરાત

કપિલ દેવની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કપિલ દેવને પૂછવામાં આવે છે કે તે આવું યોગરાજ સિંહે તમારા વિશે કહ્યું છે. જેના જવાબમાં કપિલે હસીને જવાબ આપ્યો, “કોણ છે? તમે કોની વાત કરી રહ્યા છો?” જે તેમનું ઈન્ટરવ્યું લઈ રહ્યા હતા તેમણે કપિલને કહ્યું કે પ્રશ્ન યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ વિશે છે, ત્યારે કપિલે કહ્યું, “ઓકે, બીજું કંઈ?” આ પછી તેમણે આ વાતને લઈને કંઈ પણ નહીં કહે તેવું કહ્યું.