ખેડાના કપડવંજમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાતા પોલીસે કરી 2ની ધરપકડ

Makar Sankranti 2025: ઉતરાયણ નજીક આવી રહી છે. આ પહેલા ચાઈનીઝ દોરીનો સ્ટોક ભરવા વેપારીઓ અધીરા બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આણંદના આંકલાવ બાદ હવે ખેડાના કપડવંજમાંથી પકડાઈ ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાયો છે.
ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો
ઉત્તરાયણ પહેલા કપડવંજથી પ્રતિંબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે. આઈસરમાંથી 4.18.500ની કિંમતના 1674 ચાઈનીઝ દોરીના માંઝા ઝડપાયા છે. પોલીસે આઈસર ટેમ્પો સહિત કુલ 11.28.500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કપડવંજ રૂરલ પોલીસે 2 આરોપીઓને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: પોતાને આમ આદમી ગણાવતા કેજરીવાલના “શીશમહેલ” સામે રાજવી પેલેસ ટૂંકો પડે