September 8, 2024

આ રીતે બનાવો કંટોલાનું શાક, મજા આવી જશે

kantola Recipe gujarati: આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ.. ઉની ઉની રોટલી અને કારેલાનું શાક નહીં પરંતુ કાઠીયાવાડનું બેસ્ટ શાક એટલે કંટોલાનું શાક. વરસાદની સીઝન આવતાની સાથે કંટોલા આવવા લાગે છે. કોઈ ભાગ્યે જ હશે જેમને કંટોલાનું શાક ભાવતું નહીં હોય. આજે અમે તમારા માટે તેની રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસીપીથી તમે બનાવશો તો તમે ખાતાને ખાત રહી જશો.

કંટોલાનું શાક બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ કંકોડા લો
1/2 ચમચી લાલ મરચું લો
1/2 ચમચી હળદર લો
1/2 ચમચી ધાણાજીરું લો
સ્વાદ પ્રમાણે મીઠું લો

આ પણ વાંચો: Butter Garlic Naanને મળ્યું ટોપ 10માં સ્થાન, નાન પ્રેમીઓ ખુશખુશાલ

કંટોલાનું શાક બનાવવા માટેની રીત
એક પેન લઈ તેમાં થોડું વધારે તેલ મૂકી ગરમ કરો. તેમાં થોડી રાઈ હીંગ નાંખો. આ શાકમાં પાણી નાંખવામાં આવતું નથી. જેના કારણે તમે તેલ થોડું વધારે નાંખો. આ બાદ તમે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાંખો. આ બાદ તેલમાં હળદર, મરચુ, ધાણાજીરુ પાઉડર થોડું થોડું ઉમેરો. ત્યારબાદ તમે તેને 2 મિનિટ ઢાંકીને ગેસ મિડિયમ રાખીને ચડવા દો. 5-10 મિનિટ ઢાંકીને ચડવા દો. ત્યારબાદ તમે ગેસ બંધ કરીને થોડી વાર એમ જ રહેવા દો. બસ 2 મિનિટ રાખ્યા બાદ ત્યાર છે તમારું કંટોલાનું શાક.