કાનપુરના ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને બન્યો હતો સ્ટાર, હવે ટીમમાંથી છે બહાર
Kanpur Green Park Test: કાનપુરના ગ્રીન પાર્કમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર મેદાનમાં ફરી જોવા મળશે. આ મેચ માટે રોહિતની ટીમ કાનપુરમાં પહોંચી ગઈ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 27 સપ્ટેમ્બરથી રમાવાની છે. અંદાજે 3 વર્ષ પછી કાનપુરમાં ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયા છેલ્લે કાનપુરમાં મેદાનમાં ઉતરી હતી તે સમયે એક ખેલાડીએ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ અફસોસ કે આ વખતે તે ટીમની બહાર છે.
કેપ્ટનશિપની જવાબદારી સંભાળી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021માં કાનપુરમાં રમાઈ હતી. આ સમયે વિરાટ અને સમયે ટીમના સભ્ય ના હતા. તે સમયે ટીમની કમાન અજિંક્ય રહાણેના હાથમાં હતી. આ સમયે શ્રેયસ અય્યરને ડેબ્યૂ કરવાની તક મળી હતી. શ્રેયસે જાણે આ તકને ઝડપી લીધી હોય તેવું જોવા મળ્યું હતું. શ્રેયસ અય્યરે પહેલી જ ઇનિંગમાં 171 બોલમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો: હાર્દિકના ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવાના સમાચાર વચ્ચે વીડિયો વાયરલ
ફટકારી શક્યો નથી
હાલ શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. હવે એવું લાગી રહ્યું નથી કે તે જલ્દી મેચમાં વાપસી કરશે. અય્યરે ટીમ ઈન્ડિયા માટે ટોટલ 14 ટેસ્ટ મેચ રમી છે. તેના નામ હાલ 811 રન છે. તેનું સતત ખરાબ પ્રદર્શન જોવા મળતા તેને હાલ ટીમ ઈન્ડિયામાંથી દૂર કરી દેવામાં આવ્યો છે.