December 28, 2024

સુપ્રિયા શ્રીનેટની વાંધાજનક પોસ્ટ પર કંગનાએ લીધો બદલો, જાણો સમગ્ર મામલો

Supriya Shrinate Kangana Ranaut Controversy: હાલમાં જ ભાજપે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. તેમના નામની જાહેરાત બાદથી જ ફિલ્મ સ્ટાર્સ સહિત રાજકારણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે અભિનેત્રી વિશે એક પોસ્ટ કરી છે જેનાથી વિવાદ સર્જાયો છે.

ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો
વાસ્તવમાં સુપ્રિયાએ કંગનાની તસવીર સાથે વાંધાજનક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે આ પોસ્ટને બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ આ મામલે વિવાદ હજુ ચાલુ જ છે, બીજી બાજુ આ પોસ્ટ પર કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

કંગનાએ પ્રતિક્રિયા આપી
કંગનાએ સુપ્રિયાનો સ્ક્રીનશોટ શેર કર્યો અને X પર લખ્યું, “પ્રિય સુપ્રિયા જી, એક કલાકાર તરીકે, મેં મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. ક્વિનમાં એક નિર્દોષ છોકરીથી લઇને ધાકડમાં ડિટેક્ટીવ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં રાક્ષસ સુધી. રજ્જોમાં પ્રોસ્ટિટ્યૂટથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેમના શરીરના અંગો વિશે ઉત્સુકતાથી ઉપર ઊઠવું જોઈએ. વધુમાં, આપણે સેક્સ વર્કરોના પડકારરૂપ જીવન અથવા સંજોગોનું વર્ણન કરવા માટે આવા અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દરેક મહિલા તેની ગરિમાની હક્કદાર છે…”

ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અંગે X પર સ્પષ્ટતા
સુપ્રિયા શ્રીનેતે સોમવારે સાંજે X પર જારી કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, અન્ય કોઈને મારા મેટા એકાઉન્ટ્સ (ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ)ની ઍક્સેસ મેળવી લીધી છે, જે બાદ ખૂબ જ અભદ્ર અને વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જો કે, તે પોસ્ટ દૂર કરવામાં આવી છે. જેઓ મને અંગત રીતે ઓળખે છે તેઓ સમજે છે કે હું કોઈ પણ સ્ત્રી વિશે આવી વાત ન કહી શકું.

સુપ્રિયા શ્રીનેતે ફેક એકાઉન્ટ વિશે પણ માહિતી આપી હતી
આ જ પોસ્ટમાં, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યએ પણ કહ્યું કે તેણીને ખબર પડી છે કે X પર એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે, તેના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જે @Supriyaparody નામથી છે. તમામ આ શરમજનક પ્રવૃત્તિઓ અહીંથી શરૂ થઈ છે, જે અંગે મેં ફરિયાદ કરી છે.