December 23, 2024

કંગના સંસદમાં રહેવા લાયક નથી… પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સાધ્યું નિશાન

Congress: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ખેડૂતોના વિરોધ અંગેની ટિપ્પણી બદલ ભાજપ સાંસદ કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કંગના સંસદમાં રહેવા માટે યોગ્ય નથી. પત્રકારો સાથે વાતચીત દરમિયાન રોબર્ટ વાડ્રાએ કહ્યું કે કંગના એક મહિલા છે. હું તેને માન આપું છું. પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી.

તેણે વધુમાં કહ્યું કે તે (કંગના) ભણેલી નથી. મને લાગે છે કે તે લોકો વિશે વિચારતી નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. તેઓએ મહિલાઓ વિશે વિચારવું જોઈએ. મારી અપીલ છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે આગળ વધે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે મહિલાઓની સુરક્ષા સૌથી મહત્વનો મુદ્દો છે અને તમામ રાજકીય પક્ષોએ તેને ઉકેલવા માટે સાથે આવવું જોઈએ.

કંગના રનૌતે શું આપ્યું નિવેદન?
હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સાંસદ કંગના રનૌતે સોમવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં લાંબુ આયોજન હતું. આ સમય દરમિયાન ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી થઈ શકી હોત. પરંતુ દેશના મજબૂત નેતૃત્વને કારણે એવું બન્યું નહીં. ખેડૂતોના આંદોલનમાં પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી હતી. કંગનાએ કહ્યું કે ત્યાં દુષ્કર્મ થઈ રહ્યો છે, લોકોને મારીને ફાંસી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભૂલો પર પડદો નાંખવાની કોશિશ… મમતાનાં પત્ર પર લાલઘૂમ કેન્દ્ર

કંગનાના આ નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. કંગનાની આ ટિપ્પણી પર કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાંસદોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતો પર ટિપ્પણી કર્યા બાદ કંગનાએ જાતિ ગણતરી પર પણ નિવેદન આપ્યું હતું.

જાતિની વસ્તી ગણતરી ન થવી જોઈએ – કંગના
તેમણે કહ્યું હતું કે દેશમાં જાતિ ગણતરી ન થવી જોઈએ. ભાજપના સાંસદના આ નિવેદનથી મામલો ગરમાયો હતો. તાજેતરમાં જ હું આ મુદ્દાઓને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યો હતો. મળતી માહિતી મુજબ આ મીટિંગમાં નડ્ડાએ કંગનાને નીતિ વિષયક મુદ્દાઓ પર ન બોલવાની સલાહ આપી હતી.