November 18, 2024

‘AAP’ના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત BJPમાં જોડાયા, કહ્યુ, ‘ED-CBIની વાત ખોટી’

Kailash Gahlot: ગઈ કાલે મંત્રી પદ પરથી રાજીનામું આપનાર આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ પ્રસંગે ભાજપના નેતા મનોહર લાલ ખટ્ટર અને પાંડા પણ હાજર હતા.

હું કોઈના દબાણમાં આવીને નિર્ણય લેતો નથી
કૈલાશ ગેહલોતે કહ્યું, કે તમને છોડીને જવું મારા માટે સરળ ના હતું. તમારો આત્મવિશ્વાસ હવે ડગમગી ગયો છે. Kailash Gahlot કહ્યું કે ‘ED અને CBIના દબાણની વાત ખોટી છે. હું કોઈના દબાણમાં આવીને નિર્ણય લઈ રહ્યો નથી. કૈલાશ ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સાથે લડવું એ સમયનો વ્યય છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ, મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ છીનવીને અન્ય રાજ્યોને આપવામાં આવ્યા

રવિવારે AAP છોડી દીધી
રવિવારે આમ આદમી પાર્ટીને કૈલાશ ગેહલોતે ઝટકો આપ્યો હતો. ગેહલોતે પોતાના પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ સીએમ આતિષીએ તેમનું રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે કૈલાશે આમ આદમી પાર્ટી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. કૈલાશ ગેહલોતે કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર રાજકીય એજન્ડા માટે લડી રહી છે. આમ આદમી સામાન્ય લોકોના મુદ્દા ઉઠાવતી નથી.