અંજારના તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોના મોત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ

Anjar: અંજારના ધમડકામાં 5 બાળકો ડૂબી જવાનો મામલો સામે આવ્યો છે. ગત રાત્રીના લાપતા વધુ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવમાંથી ભેંસો બહાર કાઢતી વખતે દુઃખદ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર કચ્છના અંજારમાં પાંચ બાળકો ન્હાવા જતા તળાવમાં ડૂબી જતા દુર્ઘટનાનો ભોગ બન્યા. બાળકો પાણીમાં ડૂબી જતાં ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન ચાર બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. જે બાદ આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. એક સાથે પાંચ માસુમોના જનાજા નીકળતા પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
મૃતકોના નામ
1. ઈસ્માઈલ સાલેમામદ હિંગોરજા, ઉમર 8 વર્ષ
2. ઉંમર અદ્રેમાન હિંગોરજા, ઉમર 11 વર્ષ
3. મુસ્તાક જુસબ હિંગોરજા, ઉમર 14 વર્ષ
4. આલ્ફાક અરમીયા હિંગોરજા, ઉમર 9 વર્ષ
5. તાહિર અદ્રેમાન હિંગોરજા ઉમર 11 વર્ષ
આ પણ વાંચો: અમદાવાદમાં મંહતે મંદિરમાં કર્યો આપઘાત, કોર્પોરેશન-બિલ્ડર અને પોલીસ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ