December 23, 2024

જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, ભારતીયો માટે બનશે મોટું સંકટ!

Canada: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસેલા છે. ભારતે આ માટે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યા છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે એક નવી જાહેરાત કરી છે. જે કેનેડામાં રહેતા બિનનિવાસી ભારતીય લોકો માટે ભારે મુશ્કેલીનું કારણ બની ગયું છે.

ટ્રુડોએ X પર પોસ્ટ કરીને જાહેરાત કરી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે અમે કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ. જેણે ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે મોટી સમસ્યા ઊભી કરી છે. ટ્રુડોએ પોસ્ટમાં આગળ લખ્યું, “અમે કંપનીઓ માટે કડક નિયમો લઈને આવી રહ્યા છીએ જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ શા માટે કેનેડિયન કામદારોને પ્રથમ સ્થાને રાખી શકતા નથી.” ભારતીય ઇમિગ્રન્ટ વર્કર્સ અને વિદ્યાર્થીઓ ઓછા પ્લેસમેન્ટને કારણે પહેલેથી જ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ટ્રુડોની આ જાહેરાત બાદ સ્થિતિ વધુ વણસી જશે.

ઘણા વર્ષોમાં પ્રથમ વખત ઇમિગ્રન્ટ્સમાં જંગી ઘટાડો
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ સરકાર ઘણા વર્ષોમાં પ્રથમ વખત દેશમાં આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો કરવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડોએ 2025માં નવા સ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડીને 3,95,000 કરવાનો નિર્ણય લીધો છે. 2025 માં અસ્થાયી સ્થળાંતર કરનારાઓની સંખ્યા 30,000 થી ઘટીને લગભગ ત્રણ લાખ થઈ જશે.

આ પણ વાંચો: રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો, નોટિસ ફટકાર્યા બાદ પણ શિક્ષિકા પોલીસ પકડથી દૂર

ઇમિગ્રન્ટ્સને કારણે કેનેડાની વસ્તી રેકોર્ડ સ્તરે પહોંચી
કેનેડા લાંબા સમયથી નવા લોકોને તેના દેશમાં આવકારવા માટે જાણીતું છે. જ્યાં લોકો ભણવા અને કામની શોધમાં આવે છે. પરંતુ અન્ય એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે કેનેડામાં તાજેતરના વર્ષોમાં મકાનોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જે બાદ દેશમાં ઈમિગ્રન્ટ્સને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. આ કારણોસર, દેશની વસ્તી પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.