January 20, 2025

બસ કરો આ કામ નહીં બનો છેતરપિંડીનો શિકાર!

અમદાવાદ: જો તમે નાનાથી લઈને મોટા પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરો છો. પરંતુ UPIનો ઉપયોગ કરતા પહેલા તમારે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. મોટા ભાગના લોકો આજના સમયમાં UPIનો ઉપયોગ કરે છે. તમારે કોઈપણ ચુકવણી કરવી હોય ઓનલાઈન તો આ ટીપ્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

છેતરપિંડીનો શિકાર
સતત ટેક્નોલોજીમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળી રહી છે. વધી રહેતી ટેક્નોલોજીમાં ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદાઓ પણ છે. UPI પેમેન્ટના કારણે કૌભાંડો અને છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ભારતમાં Google Pay, PhonePe, Paytm અથવા અન્ય કોઈપણ UPI- સક્ષમ એપનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો પહેલા ચેક કરો. ફોન નંબર, બેંક એકાઉન્ટ અથવા UPI ID ને બે વાર તમારે તપાસવાનું રહેશે.

તમારી માહિતી શેર ના કરો
દરેક સમયે ધ્યાન રાખો કે તમે તમારા UPI ઓળખપત્રો, OTP અથવા વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. SMS, ઇમેઇલ અથવા ફોન કોલ્સથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જો તમે સુરક્ષામાં વધારો કરવા માંગો છો તો તમારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ઇન-બિલ્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે વાંરવાર કોઈ પણ જગ્યા પર જઈને Wi-Fi નેટવર્ક્સ ઉપયોગ કરો છો તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. Wi-Fiના કારણે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.