લીમડાના પાનને સવારે ચાવવાથી આ સમસ્યાઓ થશે દૂર
Neem: આજના સમયમાં લોકો થોડા દિવસે થોડા દિવસે બિમાર પડતા રહે છે. તેના કારણે ઘણા છે. વાતાવરણ હોય કે ખાણીપીણી. ઘણી એવી બાબતો છે કે જેના કારણે આજનો માણસ બિમાર જ રહે છે. પહેલાના સમયમાં આપણા વડિલો કડવાણી ખાવાનું વધારે જોર રાખતા હતા. તેમાંથી એક છે લીમડો. લીમડાના પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવા માટે આપણા આયુર્વેદમાં કરવામાં આવે છે.
લીમડાના પાનનું સેવન
જો તમને શરીરમાં સતત થાક અને નબળાઈ લાગે છે. તો તમારે લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. લીમડાના પાન તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. પેટને લગતી સમસ્યા હોય તો પણ તમે લીમડાના પાનનું સેવન કરી શકો છો. જો તમારે થોડા જ સમયમાં સારું પરિણામ પ્રાપ્ત કરવું હોય તો તમારે સવારે 4-5 લીમડાના પાન ચાવવાના રહેશે.
આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી
રોગપ્રતિકારકમાં વધારો કરે છે
જો તમારે રોગપ્રતિકારકમાં વધારો કરવો હોય તો તમારે લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. તમારે તમારા આહારમાં લીમડાના પાનનો સમાવેશ કરવાનો રહેશે. જો તમે રોજ લીમડાના પાનને ચાવો છો તો તમે વાંરવાર બીમાર પડવાથી બચી શકો છો. તમારા શરીરમાં રોજ કડવાણી જતી હશે તો તમારામાં રોગપ્રતિકારકમાં વધારો થશે. લીમડાના પાન તમારી આંખના સ્વાસ્થ્ય ને પણ સુધારે છે.
લીમડાના પાનમાં જોવા મળતા તત્વો
લીમડાના પાનમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે. આ તત્વોને કારણે જ આયુર્વેદ નિષ્ણાતો પાસે જઈએ છીએ ત્યારે લીમડાના પાનનું સેવન કરવાની ભલામણ કરે છે.
(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)