December 19, 2024

જૂનાગઢના મતદારનો પોલિંગ બૂથમાં ફોન લઈ જઈ BJPને મત આપતો વીડિયો વાયરલ

જૂનાગઢઃ શહેરમાં મતદાનની ગુપ્તતા જળવાઈ નથી. ઉલ્લેખનીય છે કે, પોલિંગ બૂથમાં મોબાઇલ લઈ જવાની મનાઈ હોય છે. ત્યારે ત્યાંનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ભાજપને મત આપી રહ્યો છે અને તેમાં ભાજપને મત આપતો દેખાઈ રહ્યો છે.આ ઘટનાને પગલે ત્યાંના બંદોબસ્ત ઉપર અનેક સવાલ ઉઠાવ્યા છે.

જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ આપીને રિપિટ કર્યા છે. ત્યારે વાયરલ થયેલા વીડિયો બાદ ચૂંટણીપંચ તેના પર પગલાં લે તેવી શક્યતા છે.

ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં 9 ટકાથી વધુ મતદાન
રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં જ 9.87 ટકા મતદાન નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.