લીલી પરિક્રમા પર પોલીસ રાખી રહી છે બાજ નજર
junagadh parikrama 2024: ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. હજારોની સંખ્યામાં લોકો ગિરનારની લીલી પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે. તળેટી ખાતે જે મંદિરો આવેલા છે તેમાં દર્શન કરી લોકોએ પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. સાધુ,સંતો સહિત ગિરનારની લીલી પરિક્રમા કરવા પહોંચ્યાં છે.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ગિરનારની લીલી પરિક્રમાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સુરક્ષાના ભાગ રુપે સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરાઈ રહ્યું છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચિત કરી હતી અને તમામ માહિતી આપી હતી. લોકોની લીલી પરિક્રમામાં ખૂબ આસ્થા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મતદાન યોજાશે
એકસ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય
12 નવેમ્બરના રોજથી જૂનાગઢના ગિરનાર ખાતે લીલી પરિક્રમા શરૂ થનાર છે. પરિક્રમા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ભક્તો જૂનાગઢ આવતા હોય છે. ત્યારે, લીલી પરીક્રમાને લઈને વેરાવળ ડેપો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે વેરાવળ ડેપો દ્વારા એકસ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય કરવામા આવ્યો છે.